સુરતના સરથાણા વિસ્તારમાં બીઆરટીએસ રૂટ પર સવારથી જ ભારે ભીડ હોય છે.
શાળા-કોલેજ પર જતા વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા અર્થે જતા લોકોની બસમાં ભારે ભીડ હોય છે. આજે સવારે 8.34 કલાકે કોસાડ આવાસથી સરથાણા નેચર પાર્ક જતી રૂટ નં. 22ની બસ જીજે-5-બીએક્સ-8494માં એકાએક નેચરપાર્કના બસ સ્ટોપ પર આગ લાગી હતી. આગ લાગતા જ રસ્તા પર દોડધામ મચી ગઈ હતી. બસમાં બેઠેલા 10 મુસાફરો તાત્કાલિક બસની નીચે ઉતરી ગયા હતા, જેના લીધે કોઈ જાનહાનિ થઈ નથી. કોલ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો.