કીમ માંડવી રોડને રિકાર્પેટિંગ કરવા માંગ ઠેર ઠેર ખાડાઓ જોખમી

કિમ માંડવી રોડ પર નાના મોટા ખાડા પડી જવાના કારણે વાહન ચાલકો માટે જોખમી પુરવાર થયા છે માંડવી કીમ રોડ પર માંડવી માંગરોળ ઉમરપાડા ઓલપાડ તેમજ કીમ વિસ્તારમાં મોટાભાગે ઔદ્યોગિક એકમ માટે નો ઝોન આવેલો હોય ત્યાં માંગરોળ તાલુકા ના તેમજ આજુ બાજુના ઓલપાડ. ઉમરપાડા ગામોના લોકો રોજીંદા રોજી રોટી માટે અવર જવર કરતા હોય છે.કીમ તેમજ પીપોદરા .કરંજ. મોટી નરોલી. મોટા બોરસરા. લિંડિયાત. 1400 થી વધુ ફેકટરીઓ આવેલી છે કિમ માંડવી રોડ નૅશનલ હાઈવે 48 ને જોડતો માર્ગ છે માટે કીમ વિસ્તારમાં મોટા મોટા વાહનો ની અવરજવર રહેતી હોય જેથી લઈને ટ્રાફિક ની સમસ્યા રેહતી હોય છે છેલ્લા 2 અઠવાડિયા થી અતિભારે ધોધમાર વરસાદ ને કારણે કીમ માંડવી રોડ હાલ મરણ પથારીએ છે રોડ પડેલા મસ મોટા ખાડા ઓ ને લઈને અવાર નવાર અકસ્માત સર્જાય છે કેમકે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષા નુ મટેરિયલ વાપરતા હોય જેથી કરીને રોડ બિસ્માર હાલત જોવા મળે છે તંત્ર દ્વારા ફક્ત ને ફક્ત ટોલટેક્સ ઉઘરાવામાં રસ હોય છે

હાલમાં પણ એક અઠવાડિયા પેહલા પણ ટ્રાફિકના જમાદાર પ્રવીણ ભાઈ તેમજ કોન્ટેબલ ઈમ્તિયાઝ ભાઈ અને એમના ટ્રાફિક જવનો દ્વારા પણ ખાડાઓ પુરવાનું કામ કરવામાં આવ્યું હતું હાલમાં કીમ ચાર રસ્તા ને લાગતી પાલોદ પંચાયત ના સરપંચ દ્વારા કિમ ચાર રસ્તા ની આજુબાજુના તેમજ માંડવી રોડ પડેલા ખાડાઓ પુરવાનનું કામ પાલોદ પંચાયત ના સરપંચશ્રી દિનેશભાઈ આહીર નાઓ એ કરેલ જેથી વાહન ચાલકો ની તકલીફ દૂર થઈ હતી.

Comments (0)
Add Comment