સરકારે ગૌશાળાને આર્થિક સહાય જાહેર કર્યા બાદ આ દિન સુધી ગૌશાળા અને પાંજરાપોળને નાણા ના આપતા ગૌશાળા ના સંચાલકો વિફર્યા છે. ધાનેરા તાલુકાની 17 જેટલી ગૌશાળા ના સંચાલકો અને ગૌભક્તોએ ગુરુવારે ધાનેરા મામલતદાર ને આવેદનપત્ર આપી સરકારે જાહેર કરેલ 500 કરોડની સહાય ગૌશાળા ને જલ્દી ચૂકવાય તેવી માંગ કરી હતી. જો આર્થિક સહાય જલ્દી નહીં ચૂકવાય તો ગૌશાળા ના સંચાલકો ગાયોને સરકારી કચેરીએ મૂકી જશે.
ચાલુ વર્ષ દરમિયાન માર્ચ મહિનામાં ગૌશાળામાં વસવાટ કરતા ગૌવંશ માટે સરકારે 500 કરોડની સહાયની જાહેરાત કરી હતી. મદદરૂપ બનવામાં પણ સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. જેના કારણે ગૌશાળા નું સંચાલન કરતા ગૌભક્તોમાં રોશજોવા મળી રહ્યો છે. ગુરુવારે ધાનેરા ની સત્તર ગૌશાળા ના સંચાલકોએ મામલતદારને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી છે.