ધાનેરામાં વિવિધ સ્થળે ગુરુપૂર્ણિમા ની ઉજવણી

ધાનેરા તાલુકામાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે વિવિધ ધાર્મિક જગ્યાઓ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જીવાના મઠમાં શ્રી 1008 શ્રી રતનગીરી મહારાજના દર્શન કરવા માટે હજારો લોકો ગુરુજીના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી તે સિવાય વાલેર મઠ ખાતે શ્રી સુખપૂરી મહારાજ, રવિધમ ખાતે, ભાટીબ ગામે, નેનાવા ખાતે તેમજ ધાનેરાના રાધાકૃષ્ણ મંદિર ખાતે પણ ગુરુપૂર્ણિમાના પાવન અવસરે દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા હતા.

Comments (0)
Add Comment