ઉકાઇ જીસેક રીક્રીએશન ક્લબ અને “ગો ગ્રીન ” ગ્રુપ જીઇબી ઉકાઇ ના સંયુક્ત પ્રયાસથી બાળકોને સાથે રાખીને અનોખી રીતે વૃક્ષારોપણ કરાયુ

ઉકાઇ જીસેકના થર્મલ પાવર સ્ટેશન યુનિટ 5 ના એન્જિનિયર શ્રી યોગેશભાઇ ડી પટેલ અને શ્રી રીતેશભાઇ કે પટેલ દ્વારા ગો ગ્રીન ગ્રુપની સ્થાપના પર્યાવરણની જાળવણીના હેતુથી કરવામા આવી છે જેમા અન્ય મેમ્બર શ્રી મિનેશભાઇ, શ્રી મનિષભાઇ, શ્રી મહંતભાઇ, શ્રી ખુશમંતભાઇ ની સાથે જ સમયની સાથે અન્ય મેમ્બર પણ આ ગ્રુપમા જોડાતા જાય છે.અને વૃક્ષારોપણની પ્રવૃતિ ખુબ ઉત્સાહભેર કરી રહ્યા છે માત્ર વૃક્ષારોપણ કરીને જ નહી પણ તેની વર્ષો સુધી ઉછેરવુ અને જાળવણી કરવી એ એમનો ઉદ્દેશ છે .તેમણે સોનગઢ ઉકાઇ રોડ પર અને જંગલોમા અત્યાર સુધી અંદાજે 150 જેટલા વૃક્ષારોપણ કરી ચુક્યા છે અને જાળવણી કરી રહ્યા છે .એવુ શ્રી યોગેશભાઇ અને રીતેશભાઇ દ્વારા જણાવાયુ હતુ

આજરોજ તા.10/7/2022ના રોજ જીઇબી કોલોનીના મોટા બાગમા ખાસ કરીને બાળકોમા આ અંગેની જાગૃતિ આવે તે હેતુથી જીસેક રીક્રીએશન ક્લબ ટીપીએસ ઉકાઇ ગો ગ્રીન ગ્રુપના સંયુક્ત પ્રયાસથી વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ .જેમા અંદાજે 15 જેટલા બાળકો અને ગો ગ્રીન ગ્રુપ ના શભ્યોએ ઉપરાંત જીસેક રીક્રીએશન ક્લબના જોઈન્ટ સેક્રેટરી શ્રી જે એન ધ્રુવ અને ક્લબના અન્ય શભ્યોએ હાજરી આપી હતી અને વૃક્ષારોપણનુ ઉદધાટન સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સાહેબ શ્રી પરમાર સાહેબ અને ડીજીએમ સાહેબશ્રીએ વૃક્ષ વાવીને કર્યુ હતુ .ત્યાર બાળકો દ્વારા અંદાજે 20 જેટલા વૃક્ષો રોપાયા હતા અને ગો ગ્રીન ગ્રુપ ના શભ્યો અને રીક્રીએશન ક્લબના શભ્યોએ પણ ભેગા મળી અંદાજે 30 જેટલા વૃક્ષોનુ રોપણ કર્યુ હતુ .

આજના આ કાર્યક્રમમા જીઇબી ઉકાઇના ડીજીએમ સાહેબશ્રી અને સુપ્રિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સાહેબ માનનીય શ્રી પરમાર સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહીને ગો ગ્રીન ગ્રુપના દરેક શભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો ઉપરાંત પર્યાવરણની જાળવણી અંગે માર્ગ દર્શન પુરુ પાડ્યુ હતુ .સાથે જ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો .માનનીય ડીજીએમ સાહેબશ્રીએ ગો ગ્રીન ગ્રુપને જીઇબી ઉકાઇ સંસ્થા વતીથી કઈ પણ મદદરુપ થવા જેવુ હશે તો સંસ્થા આ પર્યાવરણના કામ માટે જરુર મદદરુપ થશે જ એવી ખાત્રી આપી હતી.સાથે જ માનનીય પરમાર સાહેબશ્રીએ પણ કામગીરીને બિરદાવી હતી અને હજુ આમા વધુ શુ સારુ કરી શકીએ અને બાળકોને પ્રોત્સાહીત કેમ કરી શકીએ તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ .

ગો ગ્રીન ગ્રુપના સ્થાપક શ્રી યોગેશભાઇ, રીતેશભાઇ, શ્રી મિનેશભાઇ, અને અન્ય મેમ્બર દ્વારા જીસેક રીક્રીએશન ક્લબ ને સાથે રાખી આ ખાસ બાળકો માટેના વૃક્ષારોપણ કાર્યક્રમનુ આયોજન કરાયુ અને સૌ ડીજીએમ સાહેબશ્રી તથા એસ.ઇ.સાહેબશ્રી પણ વિશેષ સમય કાઢી ઉપસ્થિત રહ્યા તે બદલ જીસેક રીક્રીએશન ક્લબના જોઈન્ટ સેક્રેટરીશ્રી જે એન ધ્રુવે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત ગો ગ્રીન ગ્રુપના દરેક મેમ્બર નો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.

Comments (0)
Add Comment