બનાસકાંઠા જિલ્લાના થરાદ થી નીકળતા ભારતમાલા રોડને લઇને ખેડૂતો ની ભારે હાલાકી વેઠવી પડે છે

બનાસકાંઠા જિલ્લાના થરાદ થી નીકળતા ભારતમાલા રોડને લઇને ખેડૂતો ની ભારે હાલાકી વેઠવી પડે છેત્યારે સવપુરા થી તિર્થગામ જવાનો રોડ અને સવપુરા ના ખેડૂતો ના ખેતરોમાં જવા માટે નો કાચો રસ્તો છે જે ભારતમાલાલા નો રોડ નીકળવા થી બંધ થઇ જવા પામ્યો છે જે રસ્તા બાબતે ખેડૂતો એ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિકાલ ન આવતાં બહોળી સંખ્યામાં ખેડૂતો ભેગા મળીને ભારતમાલાના રોડ પર આવી પહોંચ્યા હતા ત્યારે ધારાસભ્ય ગેનીબહેન ઠાકોર ને બોલાવી ખેડૂતો એ ઉગ્ર રજૂઆત કરી હતી અને તૈમના ખેતરોમાં જવા માટે ખેડૂતો પાસે કોઈ રસ્તો ન હોવાથી તાત્કાલિક ખેડૂતો ને બંને બાજુ આરસીસી રોડ બનાવી છે જુનો ડામર રોડ હતો ત્યાં સુધી કરી આપવા માંગ કરી હતી ખેડૂતો એ જણાવ્યું હતું કે આ રસ્તો બંધ થવાથી ખેડૂતો ને એક બીજા ખેતરોમાં જવું ખુબજ મુશ્કેલ પડે છે અને હાલમાં વાવેતરની સિઝનમાં ખેડૂતો ને ખેતરો માં વાવેતર કરવા જવું પણ મહામુશ્કેલ બની ગયું છે જ્યારે ખેડૂતો રજુઆત કરી ને થાકી ગયા છે ત્યારે ધારાસભ્ય ની ઉપસ્થિતિ માં રોડની બંને બાજુ થી રસ્તો કરી આપવા અને જુના રસ્તા ની સાથે જોઇન્ટ કરી આપવા ધારાસભ્ય સહિત ખેડૂતો એ રજૂઆત કરી હતી

Comments (0)
Add Comment