ગોધરા શહેરમાં રણછોડજી મંદિર વિસ્તારમાં આવેલ વાસણની દુકાન ઉપર બનાવવામાં આવેલા ગોડાઉન ઉપર વીજળી પડતા આગ લાગી

ગોધરા શહેરમાં આજરોજ વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે ગોધરા શહેરના રણછોડજી મંદિર વિસ્તારમાં આવેલ વાસણની દુકાનની ઉપર બનાવવામાં આવેલા ગોડાઉન ઉપર વીજળી ત્રાટકવાની ઘટના બની હતી. વાસણના ગોડાઉન ઉપર વીજળી પડતાની સાથે જ ગોડાઉનમાં આગ લાગી હતી. આ ગોડાઉન ઉપર વીજળી પડતા આજુબાજુની દુકાનોમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી. ગોધરા નગર પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. તેમજ આ વીજળી પડવાની ઘટનામાં કોઈપણ જાનહાની થવા પામી ન હોવાનું સામે આવ્યું.

Comments (0)
Add Comment