જાડી ના શિક્ષક ને લુંટનારી રાજસ્થાનની ગેંગ ના ચાર ઝબ્બે

ધાનેરા તાલુકા ના જાડી ગામ ના શિક્ષક ને કાર મા બેસાડી રૂ.1.42લાખ ની લૂંટ કરનારા રાજસ્થાનનાં ચાર શખ્સોને સિરોહી પોલિસે ઝડપી લીધા હતા. જેમને લૂંટ ઉપરાંત ચોરી ના અન્ય ગુનાઓ ની પણ કબુલાત કરી હતી.ધાનેરા તાલુકા ના જાડી પ્રાથમિક શાળાના શિક્ષક ચંદ્રકાંતભાઈ સુતરીયા સપ્તાહ અગાઉ ડીસા ગાયત્રી મંદિર પાસેથી ધાનેરા જવા માટે કારમાં બેઠા હતા. તે દરમિયાન ગાડી ચાલક સહિત અન્ય ત્રણ ઈસમોએ શિક્ષકને મારમારી તેમની પાસે રોકડ રકમ, એટીએમ તથા એટીએમ નો પાસવર્ડ મેળવી લઈ અલગ અલગ એટીએમ કાર્ડ થી રોકડ રકમ સહિત રૂ.1.12લાખ લૂંટ કરી હતી. અને ચંડીસર નજીક શિક્ષકની આંખે પટ્ટી બાંધી હાથ બાંધી ગાડી માંથી ઉતારી નાખી ગયા હતા. આ અંગે તેમને ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન રાજસ્થાનના શિરોહી પોલીસે લૂંટ ચલાવનારા રાજસ્થાનના ભરતપુરના માનવીરસિંહ જાટવ, વિષ્ણુ જાટવ, કપ્તાનસિંહ જાટવ ને ઝડપી લીધા હતા. જેમને શિક્ષક પાસેથી લૂંટની કબુલાત કરી હતી. આ ઉપરાંત જોધપુરમાં ચોરીના વાહનોની ખરીદી કરતા ઇલિયાસ મુસલમાનને પણ ઝડપી લેવાયો હતો જેમને લૂંટ અને ચોરીના પાંચ ગુનાની કબુલાત કરી હતી.

Comments (0)
Add Comment