સુરત જિલ્લામાં વરસાદે વિરામ લીધા બાદ ઓલપાડ તાલુકામાં દે ધના ધન 5 ઇંચ વરસાદ ખાબકાતા નીચાણવારા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, બાવા ફળીયા માં જવાનાં માર્ગ પર પાણી ભરાઈ ગયા તો સૌથી ખરાબ હાલત ઓલપાડ તાલુકાના સેના ખાડી ના કિનારે બનાવેલા સરદાર આવાસ વિસ્તારમાં કમર જેટલાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન..
આખી રાત સરદાર આવાસ ના લોકોએ ઘરોમાં ભરાયેલા પાણી ઉલ્લેચીયા જયારે અન્ય વિસ્તારમાં કમર જેટલાં પાણી ભરાતા કેટલાક પરિવારો રાત્રે જ બાળકો સાથે સુરક્ષિત જગ્યા પર નીકળી ગયા. જયારે અન્ય પરિવાર પોતાનું ઘર નહીં છોડતા મુસીબતમાં મુકાયા.. ઘરોમાં પાણી ધૂસી જતા ઘર વખરીનો સામાન પલળી ગયો હતા….