વાવડીખુર્દ ટોલ પ્લાઝા હટાવવા યુદ્ધના ધોરણે રદ કરવા પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની સરકારને રજુઆત

પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ દ્વારા રાજ્યના યાત્રાળુઓ અને વાહન ચાલકોના હિતમાં ગોધરા નજીક આવેલા વાવડીખુર્દ ટોલ બુથ હટાવા માટે ભારત સરકામાં રજૂઆત કરવામાં આવી . પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતેથી નેશનલ હાઇવે ઇન્દૌર અમદાવાદ ફોરલેનનું ટોલ બુથ વાવડી ખુર્દ પાસે આવેલ છે . આ ફોરલેન બુથનું દાહોદ જિલ્લાના ભથવાડા ગામે પણ છે . અને બંને ટોલ બુથ વચ્ચેનું અંતર અંદજે ૩૫ કી.મી. માત્ર છે . આમ નજીકના અંતરમાં વાહન ચાલકોને બે બે વખત ટોલ ભરવો પડે છે . વાહન ચાલકો ખૂબ પરેશાન અને આક્રોશમાં છે ફક્ત રોડની સાઈડ બીજી સાઈડ દરરોજ અવર જવર માટે બમણા રૂપિયા આપવા પડે છે.તેમજ પંચમહાલ જિલ્લાના ટુવા ગામે પવિત્ર યાત્રાધામ આવેલ છે . જ્યાં દુર્લભ ગરમ ઠંડા પાણીના કુંડ છે . અને મહાભારત કાળના પાડવો વખતનું મંદિર અને ભીમના પગલાં છે અને રાજ્ય સરકારે તેને યાત્રાધામમાં સમાવેશ કરેલ છે . નજીક ખેડા જિલ્લાના ડાકોર શહેરમાં રણછોડરાય ભગવાનનું પવિત્ર મંદિર યાત્રાધામ આવેલ છે . અને ત્રીજું દેશ પ્રસિદ્ધ પાવાગઢ યાત્રાધામ છે . આ તમામ યાત્રાધામોમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે . જે તમામ ઇન્દોર અમદાવાદ ફોર લેન રસ્તાનો ઉપયોગ કરે છે અને સતત બારેમાસ યાત્રિકોનો ધસારો રહે છે . પ્રભાતસિહ રજુઆતમાં જણાવેલ કે , ટોલ બુથ વચ્ચે અંતર મર્યાદા ૬૫ કી.મી.ની છે . અને ભારત સરકારે તે નક્કી કરેલ છે . દાહોદ જિલ્લાના ભાથવાડા ટોલ બુથ અને પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વાવડી ખુર્દ ટોલ બુથ વચ્ચેનું અંતર માત્ર ૩૫ કી.મી. હોય યાત્રિકો , પ્રજાજનો અને વાહન ચાલકોને બમણો ટેક્ષ ભરવો પડતો હોઈ વાવડી ખુર્દ ટોલ ટેક્ષ બૂથને યુધ્ધના ધોરણે રદ કરવો જોઈએ અને તેમણે ભારત સરકારના માર્ગ મકાન અને નેશનલ હાઇવે મંત્રી નીતિન ગડકરીને તે માટે ભલામણ કરેલ છે .

Comments (0)
Add Comment