ગારિયાધાર તળપદા કોળી સમાજની વાડી ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સેના ગુજરાત યુવા પ્રમુખ દિવ્યેશભાઇ સોલંકીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી
દિવ્યેશભાઇ સોલંકીના જન્મદિવસની ઉજવણીની સાથે સાથે કોળી સમાજનાં કર્મચારીઓ.વેપારીઓ.રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરોનુ ફુલહાર કરી સમાજ રત્ન સન્માન પુષ્પ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
કોળી સેના ગુજરાતનાં યુવા પ્રમુખ દિવ્યેશભાઇ સોલંકીના જન્મદિવસની ઉજવણીમાં શહેર-તાલુકાનાં કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેપ કાપી દિવ્યેશભાઇ સોલંકીને ઇશ્વર દિર્ધઆયુ અર્પે તેવી પ્રાર્થના સાથે જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી