ધાનેરા પાલિકામાં છતના પોપડા ખર્યા

ધાનેરા નગરપાલિકા કચેરી ખાતે આખી ઓફિસને બનાવતી સમય છત માં પી.ઓ.પી કરવામાં આવ્યો હતું પરંતુ ધાબામાંથી સતત પાણી ટપકવવાના કારણે આ પી.ઓ.પી ધીમે ધીમે તૂટીને પડી રહ્યું છે અને અવાર નવાર આ છતના પોપડા પડી રહ્યા છે જેના કારણે પાલિકામાં આવેલ અરજદાર ના માથામાં આ પોપડા પડવાથી તેને લાગ્યું હતું. જેથી જે તે સમયના ચીફ ઓફિસર દ્વારા લટકતું પી.ઓ.પી કઢાવી નાખવામાં આવ્યું હતુ અને ફરીથી આ પી.ઓ.પી લટકી રહ્યું છે. કર્મચારીઓ પણ ભય ના ઓથાર હેઠળ નોકરી કરી રહ્યા છે

Comments (0)
Add Comment