આ અંગે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ડીડીઓ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત
વડગામ તાલુકાના થલવાડામાં તત્કાલીન તલાટીએ અને સરપંચે મળી ને બાજુમાં આવેલા ડાલવાણા ગામ ની સીમમાં પ્લોટો ની ખોટી સનદો બનાવી આપી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.જેમાં
અરજદારે આ અંગે યોગ્ય તપાસ કરી જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા ડીડીઓ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી.
વડગામ તાલુકાના થલવાડા માં તત્કાલીન તલાટીએ અને સરપંચે મળી ને બાજુમાં આવેલા ડાલવાણા ગામ ની સીમમાં પ્લોટો ની ખોટી સનદો બનાવી આપી કેટલાક લોકો ને આપી દીધી હતી. પણ આં ખોટી સનદો લેનાર લોકો થોડા સમય પહેલાં જ્યારે પોતાના પ્લોટ ની માપણી કરતા હતા.ત્યારે આં અંગે ની જાણ ડાલવાણા ગામના સરપંચ ને થતા તેઓએ પ્લોટ ની માપણી અટકાવી દીધી હતી. અને કહ્યું હતું કે તમારા પ્લોટ જે માપી રહ્યા છો તે અમારા ગામની સીમમાં આવે છે. માટે આપે અહીંયા પ્લોટ માપવા નહિ. અને તેના પસી અરજદારો એ તપાસ કરતા તેમના પ્લોટો ડાલવાણા નો સીમ માં હતા.અને જેતે સમય ના તલાટી અને સરપંચ તેમને ખોટી સનદો આપી રૂપિયા પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું હતું.જેને લઇ અરજદાર મીર આમીન ભાઈ જીવાભાઈ,વાલ્મીકિ કનું ભાઈ છના ભાઈ,વાલ્મીકિ મૂળા ભાઈ કરશન ભાઈ સહિત અરજદારો એ આં ખોટી સનદો સાથે ડીડીઓ સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરી હતી.અને રજૂઆત માં જણાવ્યું હતું તત્કાલીન તલાટી અને સરપંચ એ અમોને ભોળવી રૂપિયા પડાવી અમને પ્લોટ ની ખોટી સનદો આપી છે. અને અમો ગરીબ અને અમારે પ્લોટની જરૂરિયાત હોય જેને લઇ અમોને આં પ્લોટ અંગે યોગ્ય ન્યાય મળે અને આં અંગે યોગ્ય તપાસ કરી જરૂરિયાત સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.