ગારીયાધાર શહેર ના પાલીતાણા રોડ પર આવેલ ન્યુ ખોડીયાર નગર સોસાયટી રહીશો માં રોડ રસ્તા અને ગટર લાઈન પ્રશ્ન ને લઈ નારા લગાવી તંત્ર ઉપર ભારે આક્રોશ સાથે રોષ ઠાલવ્યો હતો રહીશો દ્વારા આ બાબતે નગર પાલિકા માં અવાર નવાર રજુઆતો કરી હતી તેમજ આ અમારી સમસ્યા ને તાત્કાલિક નિવારણ કરી રોડ તેમજ ગટર લાઈન પ્રશ્ન હલ કરવામાં આવે એવી અમારી માગણી છે જો આ રોડ રસ્તા અને ગટર લાઈન નું કામ તાત્કાલિક નહીં કરાવવામાં આવે તો અહીંના રહીશો દ્વારા નગર પાલિકા નો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી હતી