પ્રાપ્ત માહિતી અનુસાર.ગાંઘી નગર જીલ્લા ના લવાડ ગામ ના આર્મી નિવૃત્ત ચૌહાણ મહોબત સિંહ ના પુત્ર આર્મી નિવૃત્ત જીતેન્દ્ર સિંહ જે કલોલ ખાતે સિક્યુરિટી જોબ કરતા હતા.તેવો 31/01/2019 ના દિવસે નિવૃત્ત થયા હતા.તેવો તારીખ 19/06/2022 રવિવાર ને બપોર ના ગાળામાં રોયલ ઇનફિલ્ડ નંબર.GJ 18 DE 3545 લઇને સિક્યુરિટી જોબ માંથી ઘરે આવી રહ્યા હતા.તે દરમ્યાન દહેગામ નજદીક સોલંકી પૂરા કોઈ અંજાન ટ્રક દ્વારા ટક્કર મારતા દુઃખદ અવસાન થયું . લવાડ ગામ તથા આજુ બાજુના ગામ ના ગ્રામ જનો દ્વારા એક દેશ પ્રેમ દેશ ભક્તિ જોવા મળી. આખા ગામે તિરંગા હાથ માં લઇ. જવાનો અમર રહો . જય જવાન જય કિસાન વંદે માતરમ્ ભારત માતા કી જય ના નારા સાથે સમશાન યાત્રા કાઢવામાં આવી. દહેગામ તાલુકા ના માંજી સૈનિક સંગઠન ના ભાઈ ઓ પણ હાજર રહ્યા. આખા ગામમાં શોક નો મોહોલ જોવા મળ્યો.આગળ ની તપાસ દહેગામ પોલીસ સ્ટેશને હાથ ધરી છે ને તારીખ 23/06/2022 ને ગુરુવાર ને સવારે બેસણું રાખેલ છે.