સુરત:ઓલપાડ ગૃપ ગ્રા.પં.ની યોજાયેલ ગ્રામસભામાં લોકોએ સરકારી તંત્રના બાબુઓની ગેરહાજરી મામલે ભારે ધાંધલ-ધમાલ કરી બુમાબુમ કરીને હોબાળો મચાવ્યો હતો.આ ગ્રામસભામાં ઉપસ્થિત ગ્રામજનોએ જાણે કોઈ યુદ્ધનું રણમેદાન હોય એવા દ્રશ્યો સર્જી ગામના લોકોની પ્રાથમિક સુવિધાઓ પૈકી રોડ, રસ્તા, ગટર, પાણી, ગંદકી, વીજળી,બાંધકામ વગેરે સમસ્યાનો મારો ચલાવતા ગ્રામસભા તોફાની બની હતી…
ઓલપાડ તાલુકાના સમગ્ર ગામોનું વડું મથક એવા ઓલપાડ ગૃપ ગ્રામ પંચાયતની આજે રવિવાર તા.19 ના રોજ ગ્રામસભા યોજાઈ હતી. ઓલપાડ ગૃપ ગ્રા.પં.ની મહિલા સરપંચ રવિનાબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ગ્રામસભામાં ગામની મહિલાઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહી તેમની સોસાયટીમાં ગંદકી અને કાદવ-કીચડવાળા રસ્તાઓ ઉપર અમારે કેમ ચાલવું? વિદ્યાર્થીઓનો શાળાએ મુકવા જવા માટે પણ અતિ મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.જયારે ગંદકીના લીધે રોગચારો ફેલવાવાનો પણ ભય છે.જેથી આ મામલે જવાબદાર કોણ? જેવી સમસ્યાઓ ના પ્રશ્ર્નોનો મારો ચલાવી હોબાળો મચાવ્યો હતો…