અરવલ્લી: મેઘરજ તાલુકાના ભેમાપૂર પંથક ની યુવતી નો કોઈજ પત્તો નહી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર પંથક ની યુવતી વર્ષ ૨૦૧૯ માં ગુમ થઈ હતી, જેનો આજ દિન સુધી કોઈજ પત્તો નહી લાગતા પોલીસે યુવતી ને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે યુવતીનું અપહરણ થયાની આશંકા વ્યક્ત કરી વર્ષ ૨૦૧૯ માં ગુમ થયેલ સંગીતા કટારા નામની યુવતી ને લયને જે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી ત્યારે યુવતી નહી મળી આવતા પોલીસે લોકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિને સંગીતા કટારા નામ ની યુવતી નો પત્તો મળે તો તાત્કાલિક અરવલ્લી જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નંબર ૯૫૧૨૩૩૬૬૨૨ પર જાણ કરવા વિનંતી.જિલ્લા પોલીસ તંત્રએ આસપાસ ના જિલ્લા જેવા કે ,સાબરકાઠા ,પંચમહાલ અને દાહોદ સહિતના જિલ્લાના લોકોને પોલીસે અપીલ કરતા વિડિયો સંદેશ જાહેર કર્યા છે

Comments (0)
Add Comment