પાલનપુર એલસીબી પોલીસ થરાદમાં પેટ્રોલિંગ દરમિયાન રૂ.78404 નો મુદ્દામાલ જપ્ત

શ્રી જે આર મોથલીયા પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ, ભુજ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા સાહેબ નાઓએ દારૂ/જુગારની પ્રવૃત્તિ નાબૂદ કરવા સૂચના કરેલ હોય

જે સૂચના અન્વયે એલસીબી પાલનપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી I/C ડી.આર.ગઢવી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર જી.દેસાઈ ના ઓ ના માર્ગદર્શન મુજબ હેડ.કોન્સ ઇશ્વરભાઇ હરસિંગા, અરજનાજી સ્વરૂપાજી, ઓખાભાઈ નારણાભાઈ, પ્રકાશચંદ્ર અમૃતલાલ, પ્રકાશભાઈ માવજીભાઈ એલસીબી પોલીસ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી હકીકત મેળવી બજાજ રિક્ષા નંબર GJ-01-TA-7848 માંથી ભારતીય બનાવટ ના વિદેશી દારૂ/બિયર બોટલ નંગ 213 કી.રૂ.23404 તથા મોબાઇલ ની કિંમત રૂપિયા 5,000 તથા બજાજ રિક્ષા નંબર GJ-01-TA-7848 ની કિંમત રૂપિયા 50000 ગણિ કુલ કિંમત રૂપિયા 78404/ના મુદ્દામાલ સાથે ચાલક સુરેશભાઈ નાનજીભાઈ પટેલ રહે. રાજકોટ માર્કેટયાર્ડ શક્તિ સોસાયટી તા. જી. રાજકોટ વાળાઓને પકડી પાડી થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Comments (0)
Add Comment