રાત્રીના સમયે ખેતરમાં કામ કરતા બે લોકો પર દીપડાએ કર્યો હુમલો

કાંકરેજ તાલુકાના જામપુર ગામની સીમમાં રાત્રીના સમયે ખેતરમાં કામ કરતા બે લોકો પર દીપડાએ આકસ્મિક હુમલો કરી ઘાયલ કાર્ય હતા જોકે બનાવ અંગે વન વિભાગને જાણ થતા ફોરેસ્ટ અધિકારીની ટીમ દોડી આવી હતી અને દીપડાને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.

કાંકરેજ તાલુકાના જામપુર ગામની સીમમાં મંગળવારની રાત્રે ખેતરમાં કામ કરતા કિરણજી વઘાજી ઠાકોર અને વઘાજી ભૂપતાજી ઠાકોર કામ કરી રહ્યા હતા દરમ્યાન ખોરાકની શોધ માં ભટકી પડેલ એક દીપડો અહીં આવી ચડયો હતો અને ખેતરમાં કામ કરતા પિતા પુત્ર પર હુમલો કરી ઘાયલ કરતા તેઓએ બૂમાબૂમ કરતા આજુબાજુ થી લોકો દોડી આવ્યા હતા અને બન્ને ઇજાગ્રસ્તને સારવાર માટે થરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જોકે બનાવની જાણ થતાં જ શિહોરીવન વિભાગ દ્વારા દીપડાને પાંજરામાં પુરવા માટે જામપુર ગામની સિમ માં પાંજરું ગોઠવવા માં આવ્યું છે અને દીપડાને પકડવા વન વિભાગની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરાયુ હતું પરંતુ સાંજ સુધી દીપડો ન પકડતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.

Comments (0)
Add Comment