બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાણી ગામમાં એરફોર્સમા મોટી સંખ્યામાં ગાયો છે જે દેશી ગૌવંશ છે, જે આજે ઘાસ ચારા વગર ખુબજ ખરાબ હાલતમા છે દિવસે ને દિવસે ભુખના કારણે ગાયો અકાળ મોત ને ભેટી રહી છે ,દર વખતે વરસાદ સારા પ્રમાણ માં થાય છે ચોમાસામા લીલું ઘાસ મળી રહેતોહોયે છે પરંતુ આ વખતે વરસાદ ખેંચાતા ધાસ ચારાની ખુબજ વિકટ પરિસ્થતિ નુંઉભી થઈ છે ,
તે વિકટ પરિસ્થિતિ વચ્ચે સોસીયલ મીડિયા માધ્યમથી ધાનેરાના સમાજ સેવક ગૌ ભક્ત કિશોર સિંહ રાવ, પન્નાલાલ પ્રજાપતિ, રોહિતભાઈ ઠક્કર અને અમૃતભાઈ દરજી ને જાણ થતાં તેમને આ ગયો માટે ફાળો એકઠો કરી અને નાણી ગામની મુલાકાત કરી હતી
સાથે નાણી ગામના સરપંચ શ્રી પરબત ભાઈ દેસાઈની સાથે રહીને નાણી એરફોર્સમાં રહેલ ગાયોની પરિસ્થિતિ જોઈ કિશોર સિંહ રાવ પોતે પોતાના ખેતરમાંથી જેમ જરૂર પડશે તેમ લીલા ઘાસ ચારાંની વ્યવસ્થા કરી આપવાની બાંહેધરી આપી હતી
અને સાથે સોસીયલ મીડિયાના માધ્યમથી અને બૌદ્ધિક ભારત ન્યૂઝ ચેનલ ના માધ્યમથી બનાસકાંઠા વાસીઓને એક આહવાન પણ કર્યું કે
એક વાર નાણી ગામની મુલાકાત લો ફૂલ નહિ તો ફૂલની પાંખડી પોતાના હાથથી જે પણ દાન કરવું હોય એ યથા શક્તિ મુજબ સહયોગ કરવાની લોકોને અપીલ પણ કરી હતી..