આ કાર્યક્રમ માં સંસ્થાના સેક્રેટરી શ્રી મયંકભાઇ ઉપાધ્યાય, ટ્રસ્ટી શ્રી ડૉ. મંદા બહેન પરીખ ઉપસ્થિતિ રહ્યા હતા. કાર્યક્રમના મહેમાન તરીકે ડૉ.ઉષાબહેન ઉપાધ્યાય અને દલપતભાઈ પઢિયાર ઉપસ્થિતિ રહ્યા હતા.
આ પ્રસંગે વૃક્ષોની વિનવણી નુ ગીત વરિષ્ઠ બાળ સાહિત્યકાર શ્રીમાનમણિલાલ શ્રીમાળી ‘મિલન’ દ્વારા કુલ૨૭ જેટલા કવિઓએ સ્વરચિત રચના ગાન કરી પ્રકૃતિ મય વાતાવરણ બનાવ્યુ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિમળાબેન પરમારે કર્યુ હતું
રચનાકારો માથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણ શ્રેષ્ઠ રચનાઓ_ પ્રવિણ ભાઈ સોનારા,આસ્થાનાબાનું મહેમણ અને દાજી ચૌહાણ ને સંસ્થાના લોગો વાળો મેમેન્ટો આપવામાં આવી હતી બાકીના કવિઓ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ ને અંતે ડો.ઉષાબહેન ઉપાધ્યાયે કવિ મિત્રો ની રચનાની ઉત્તમ પંક્તિઓ ની વાત કરી બિરદાવ્યા હતા. પોતાની રચના નું ગાન કર્યું હતું.જ્યારે દલપતભાઈ પઢિયાર કવિ તરીકે પોતાના અનુભવો કહ્યા હતા .કવિએ અથાગ મહેનત.કરી ને પોતાની રચના વળગી રહેવું જોઈએ.વારંવાર સુધારા કરતા રહેવાથી કાવ્ય સારું બની શકે .પોતાનું લખેલ કાવ્ય નું પઢિયાર સાહેબે ગાન કરી સૌ ને પ્રોસાહિત કર્યા હતા.
પર્યાવરણની માત્ર વાતો જ નહીં પણ નક્કર કામ કરવું જોઈએ.આપણે ધરતી માતા ના(પૃથ્વી) ઋણી છીએ.તેનું જતન કરવું એ આપણા સૌ ની જવાબદારી બની રહે છે. તો જ વિશ્વ પર્યવારણ દિન ની સાર્થકતા જણાશે.સુંદર કાર્યક્રમ બદલ ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ આણંદ ગુજરાત ના ડૉ શૈલેષ વાણીયા શૈલ હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.જય ગરવી ગુજરાત