મહિસાગર જિલ્લામાં ધોરણ 10માં પ્રથમ નંબર મેળવનાર યશ્વી ઠક્કર.

રાજ્યમાં એસએસસી બોર્ડનું પરિણામ 94.85 ટકા રુપાવતી કેન્દ્ર જ્યારે સુરત જિલ્લાનું 75.5 અને રાજ્યમાં સૌથી ઓછું પરિણામ પાટણ જિલ્લાનું. મહિસાગર જિલ્લાનું સરેરાશ ૫૯ પોઇન્ટ 95 ટકા રહ્યું હતું.મહિસાગર જિલ્લામાં તારીખ.4.6.2022 ના એચએસસી નું પરિણામ પણ જાહેર થયું હતું આજે તારીખ 6.6.2022 ના એસએસસી ધોરણ 10નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.અગાઉ કોરોના કાળના સમય ને અનુલક્ષીને સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં એસએસસી પ્રથમ નંબર મેળવનાર ઠક્કર યશ્વીબેન વૈભવ ભાઇ જેણે મહિસાગર જિલ્લામાં પર્સન્ટેઝ 97 પોઇન્ટ 63% મેળવેલ છે.અને પર્સેન્ટાઇલ 99 પોઇન્ટ 99 મેળવેલ છે. જે જિલ્લા માટે અને વિરપુર તાલુકા માટે ગૌરવની બાબત છે.

Comments (0)
Add Comment