ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા ખાતે યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન દ્વારા સમ્રાટ શ્રી પૃથ્વીરાજ સિંહજી ચૌહાણ નું સાડા નવ ફૂટ ઊંચી ને ૨૦ લાખ ના ખર્ચે સ્ટેચ્યુ માટે નું નવનિર્માણ આજ રોજ તારીખ ૦૭/૦૬/૨૦૨૨ ને મંગળવાર નેહરુ ચોકડી થી લીલી ઝંડી બતાવી ને રેલી ને નીલકંઠ મહાદેવ સુધી રોડ-શો કરવામા આવ્યો
તે દરમિયાન દહેગામ મેન બજાર સેવાસદન ની સામે ફાળવેલી જગ્યા ઉપર સમ્રાટ પૃથ્વીરાજ સિંહ જી ચૌહાણ ના સ્ટેચ્યુ નું ખાધ મુહૂર્ત કરવામા આવ્યું. જેમાં દહેગામ તાલુકા ધારાસભ્ય શ્રી બલરાજસિંહજી ચૌહાણ. ધારાસભ્ય શ્રી કામિનીબા આર રાઠોડ. જીલ્લા સદસ્ય બિહોલા કિરીટસિંહ ગંભીરસિંહ, જિલ્લા સદસ્ય શ્રી ચૌહાણ વખતસિંહ અમરસિંહ. દહેગામ નગરપાલિકા પ્રમુખ તથા તમામ સભ્યશ્રી આગેવાનો હાજરી આપી. દરેક સમાજના ભાઈઓ ને બહેનો આ શુભ પ્રસંગમાં પધાર્યા. નવી વાત એ કે ધોરણ 10ને ધોરણ 12 માં પરીક્ષા માં પ્રથમ સ્થાને આવેલી દિકરીઓ બાના હાથે ખાર્ધ મુહર્ત કરાવવામા આવ્યું.જેથી કરી ને આગળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પોતસાહન મળે