તા.6/6/22 ના રોજ જાહેર થયેલ ધોરણ 10ના પરિણામમા ઉકાઇ જીઇબીમા નોકરી કરતા અને જીઇબી કોલોનીમા રહેતા શ્રી રાજેન્દ્રપ્રસાદના પુત્રી કુમારી નિષ્ઠા રાજેન્દ્ર પ્રસાદ મોદી કે જેઓ ઉકાઇની જીવનસાધના વિદ્યાલયમા અભ્યાસ કરી પોતાના ખંત અને મહેનતથી 600માથી 570 ગુણ સાથે 95.00% મેળવી સમગ્ર તાપી જિલ્લામા દ્વિતીય નંબર મેળવેલ છે. જેમની આ સિદ્ધી મેળવવા બદલ તેમણે તેમના માતા પિતાના આશિર્વાદ શાળાના શિક્ષકોની મહેનત ને યશ આપ્યો હતો .કુમારી નિષ્ઠા એ મેળવેલ આ વિશિષ્ટ સિદ્ધી બદલ સમગ્ર ઉકાઇ પંથક ,તાપી જિલ્લા અને જીવન સાધના વિદ્યાલય મા ખુશીની લાગણી છવાઇ ગઇ હતી સાથે તેમના માતા પિતા અને શાળાના આચાર્યશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી …બૌદધીક ભારત ન્યુઝ પણ તેમને શુભેચ્છાઓ પાઠવે છે