ધાનેરા વિદ્યુત બોર્ડના એન્જિનિયર એસ એલ વાણિયા ની અધ્યક્ષતા માં આજે વીજ સલામતી સપ્તાહ ના ભાગરૂપે ધાનેરામાં કર્મચારીઓ તેમજ અધિકારીઓ સાથે રાખી રેલી નિકાળવામાં આવી હતી કર્મચારીઓના હાથમાં વિવિધ બેનરો તેમજ સૂત્રોચ્ચાર કરી લોકોમાં જાગૃતતા આવે તેવા પ્રયાસ કર્યા હતા લોકોને વીજળી બચાવો તેમજ વીજળી ને ખોટી રીતે છેડછાડ ન કરવી જેવા અનેક મુદ્દાઓ થી લોકોને વાકેફ કર્યા હતા વીજ સલામતી સપ્તાહની રેલી ધાનેરાના જાહેર માર્ગો પર ફરી પરત ધાનેરા વિદ્યુત બોર્ડ ખાતે પહોંચી હતી