ધાનેરા કારગીલ હોટલ પાસે આવેલી સો મિલમાં મોડી રાત્રે આગ ભભૂકી

ધાનેરા કારગીલ હોટલ પાસે થરાદ રોડ પર એક સો મીલ આવેલી છે અને આ સોમિલમાં રાત્રિના સમયે અચાનક આગ ભભૂકતાં લોકોમાં ભય ફેલાયો હતો સૌમિલ માલિક પણ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને લોકો એકત્રિત થઇ ગયા હતા લોકો દ્વારા આગ બુજવા નો પ્રયત્ન કર્યો હતો અને તે બાદ ધાનેરા નગરપાલિકાના ફાયર ફાઈટરની ટીમનો સંપર્ક કરતાં ધાનેરા નગરપાલિકા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો તાત્કાલિક આગ પર કાબુ આવી જતાં મોટું નુકસાન થતું અટક્યું હતું

Comments (0)
Add Comment