દામાવાવ પો.સ્ટે . વિસ્તારના બોર કાંટુ ગામે નાકાબંધી કરી પીકપમા ક્રુરતા પુર્વક કતલ કરવાના ઈરાદે મુંગા પશુઓ લઈ જતા ઈસમોને ઝડપી પાડતી પંચમહાલ જીલ્લા એલ.સી.બી. પોલીસ

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ. ભરાડા સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને ગેરકાયદેસર પશુ અત્યાચારની પ્રવૃતિ કરતા ઈસમોને નાકાબંધી કરી ઝડપી પાડવા માટે જરૂરી સુચનાઓ આપેલ તે સુચનાના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓને બાતમીદારથી માહીતી મળેલ કે , ત્રણ પીકપ ડાલા નંબર GJ – 23 – Y – 5357 તથા GJ – 17 – Y – 8632 તથા GJ – 06 ZZ – 2053 માં કતલ કરવાના ઇરાદે ભેંસો તથા પાડા પીકપ ડાલામા ભરી તેના ચાલકો સાગારામા તરફથી બોર કાંટુ થઈ ઘોઘંબા જનાર છે તેવી મળેલ બાતમી આધારે પોલીસ સબ ઈન્સપેક્ટરશ્રી આઈ.એ.સિસોદીયા એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ દામાવાવ બોર કાંટુ ગામે જઈ નાકાબંધી કરી બાતમી મુજબના વાહનો તેમજ ઈસમોને પકડી પાડેલ છે .

Comments (0)
Add Comment