પાલનપુર તાલુકા ના ખેમાણા ગામે વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરવામાં આવી

વૃક્ષ છે તો વિશ્વ છે. આજે પાંચમી જૂન ૨૦૨૨ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુરના ખેમાણા ગામે પર્યાવરણ પ્રેમી સંતશ્રી નાનકદાસજી બાપુના ના હસ્તે વનવિભાગ ના સહયોગથી શ્રીરામદેવપીરસ્થાન પરિસરમાં વૃક્ષારોપણ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. જેમાં સામાજિક વનિકરણ માટે વન વિભાગ તરફથી આપવામાં આવેલ કણજી, લીંમડા, અર્જુન સાદળ, સીમારુબા જેવાં ઔષધિય અને ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ સમયે ફોરેસ્ટ વિભાગ તરફથી વનરક્ષકશ્રી બીબી ખરાડી મલાણા તથા વનરક્ષકશ્રી વિજયભાઇ ચૌધરી – માલણ તેમજ ખેમાણા ગામના સરપંચશ્રી નવલબેન આંજણા પટેલ, પરિવારજનો, ઉત્સાહી ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે સંતશ્રી નાનકદાસજી બાપુ દ્વારા વૃક્ષોનું મહત્વ દર્શાવતું પ્રવચન આપવામાં આવેલ તેમજ બંને વનરક્ષકશ્રીઓને સ્વલિખિત આરોગ્યવાણી પુસ્તક અર્પણ કરવામાં આવ્યું.

Comments (0)
Add Comment