દહેગામ-બાયડ હાઇવે પર લવાડફાર્મ પાસે ટ્રક અને ઇકો વચ્ચે અકસ્માતમાં એક નું મોત

દહેગામ થી બાયડ હાઇવે પર તારીખ ૦૫/૦૬/૨૦૨૨ ને રવિવાર ની રાત્રે લગભગ ૯.૩૦ સાંજ ની આજુ બાજુના ના સમય ગાળામાં દહેગામ તાલુકાના લવાડ ફાર્મ પાસે દહેગામ-બાયડ હાઇવે પર ટ્રક અને ઇકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. ટ્રક નંબર GJ/18/AX/9158 અને ઇકો કાર નંબર GJ/35/H/7596 વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં કારચાલકનું મોત થયું છે. જ્યારે ઇકો સવાર મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં 108 મારફતે દહેગામ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે જ્યાં મહિલાની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. અકસ્માતનો ભોગ બનનાર પુરુષ અને મહિલા લુણાવાડા જિલ્લાના નવાગામ બાજુનાપતિ પત્નિ હોવાનું પ્રાથમિક તપાસમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ટ્રક અને ઇકો અકસ્માત સર્જાયા બાદ ટ્રક ઝાડા સાથે ટકરાઈ હતી.

Comments (0)
Add Comment