તાજેતરમાં જ પંચમહાલ જિલ્લાના કલાકારોને તેમની કળાને પ્રોત્સાહિત કરવાના હેતુથી SARP કળા એવોર્ડ 2022 સમારોહનું આયોજન ગોધરા ગોવિંદિ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં અનેક કલાકારોને SARP કળા એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ સમારોહમાં ગોધરા ના શિક્ષક અને સર્જક મહેન્દ્ર પરમારનું પણ સન્માનપત્રથી બહુમાન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમમાં ઇમ્પા એસોસિયેશનના સભ્ય તથા પોડ્યુસર જગદીશચંદ્ર બારીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાના કલાકારોમાં ખૂબ કૌશલ્ય રહેલું છે ત્યારે તેને યોગ્ય સ્થાને યોગ્ય પેલ્ટફોર્મ મળી રહે તે જરૂરી છે, અને આવા જિલ્લાના ઉત્તમ કલાકારોનું સન્માન કરી તેમની કલાને પોંખી ધન્યતા અનુભવીએ છીએ. આ કાર્યક્રમમાં ગુજરાતી શૈક્ષણિક અને સામાજીક ફિલ્મમાં ગીત લેખન માટે ઉત્તમ કામ કરનાર ગોધરાના શિક્ષક અને ગીતકાર મહેન્દ્ર પરમારને સન્માનપત્ર આપી નવાજવામાં આવ્યા હતા.