ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે રૂપાવટી ગામે બે દિવસ પહેલા એક મુસ્લિમ સમાજમાં અવસાન થતાં તેમની દફનવિધી હિન્દુ સમાજનાં રહેઠાણ વિસ્તારમાં દફનાવવામા આવેલ હોય
રૂપાવટી ગામમાં કાયમી હિન્દુ-મુસ્લિમ સમાજમાં ભાઈચારો રહેલો છે અને રૂપાવટી ગામમાં મુસ્લિમ સમાજનુ પહેલીથી જ કબ્રસ્તાન આવેલ હોવા છતાં હિન્દુ સમાજની લાગણી દુભાવવા અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે વ્યવમન ફેલાવવા કૂત્ય કરવામાં આવેલ હોય આ અંગે સખ્ત પગલા લઇ કસુરવાર સામે પગલાં ભરી ફરીવાર આવુ કુત્યુ ન બને અને ગામમાં હિન્દુ – મુસ્લિમ સમાજમાં પહેલીથી ભાઈચારો છે તે ભાઈચારો કાયમી બની રહે તે બાબત આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આ બાબતને લઇને તંત્ર દ્વારા કોઇપણ કાર્યવાહી કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં ગારીયાધાર તાલુકા-શહેર ના હિન્દુ સમાજ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કોઈ અઘટિત ઘટના બનશે તેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી