સ્ત્રી મતલબ શક્તિ સૌંદર્ય શ્રદ્ધા અને શાંતિ. દરેક વ્યક્તિની પુસ્તક ભૂમિકા મહિલાઓના હાથે લખવામાં આવે છે અને દરેક ઉપલબ્ધિઓ ની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે. સંસાર એક રંગમંચ છે.અને તેના પર અભિનય કરવાં વાળા પાત્ર સ્ત્રી અને પુરુષ બંને છે.ભારતનો ઇતિહાસ નારીઓની ગૌરવથી ભરેલો છે. જે માતાના રુપમાં નારી પ્રથમ ગુરુ હોય છે.આદર્શ માતા સૌ શિક્ષકોને ની બરાબર હોય છે. ખરેખર સ્ત્રીનું જીવન જે સહનશીલતા ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે.એવી જ રીતે આજે ઇન્દિરાબેન જશુભાઈ બારોટ ગામ. પીપરવાળા તાલુકો ઠાસરા જિલ્લો ખેડા ના વતની અને હાલ ચાંદખેડામાં રહે છે.તારીખ 5/12/1991 માં વેસ્ટન રેલ્વે માં એમના પતિ બાબુ ભાઇ બારોટ ગ્રેડ વન ઓયલર ફિટર ની પોસ્ટ ઊપર હતા.જેવો 1992 માં સ્વર્ગ વાસ થયો હતો તેમની જગ્યાએ શ્રી ઇન્દિરા બેન ને સેવા માં લીધેલા. અને આજ રોજ 31/05/2022 ને મંગળવારના રોજ સેવામાંથી નિવૃત થયા તેમના સન્માન માટે તેમના પરિવારજનો તથા ગ્રામજનો તથા સમસ્ત બારોટ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેઓ એ આજે બારોટ સમાજ નું નામ રોશન કર્યું.