ધાનેરા ના સોતવાડા ગામે ગ્રામજનો દ્વારા તળાવ ઉંડુ કરવાની કામગીરી હાથ ધરાઇ હતી

ધાનેરા તાલુકામાં મોટાભાગના ગામોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. ત્યારે ગ્રામજનો જાતે જ પોતાના ગ્રામજનો પાસેથી ફાળો એકત્ર કરીને તળાવો ઉંડા કરવા કે બોર રિચાર્જ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ સોતવાડા ગામના યુવાનો દ્વારા કરાઈ છે.

ધાનેરા તાલુકામાં પૂર્વ ભાગના ૬૦ ટકા જેટલા ગામડાઓમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. પોતાના ખેતર માં વાવેતર ની તો વાત અલગ છે પરંતુ પોતાના ખેતરમાં રાખીને પશુઓને પીવડાવવા માટે પણ પાણી નથી અને તેવા સમયમાં ધાનેરા તાલુકાના સોતવાડા ગામના યુવાનો દ્વારા પાણી ભૂગર્ભમાં ઉતરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
ગત વર્ષે સોતવાડાગામના યુવાનો દ્વારા ખેડૂતોને સમજાવીને પોતાના ખેતરમાં પડેલા ફાજલ બોરમા ચોમાસાનું પાણી રિચાર્જ કરવા માટે કામગીરી હાથ ધરી હતી અને લગભગ ૩૦ બોર રિચાર્જ કર્યા હતા. જ્યારે આ વખતે તમામ યુવાનો દ્વારા સોતવાડા ગામના તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
ત્યારે બીજી તરફ સરકાર દ્વારા તળાવો ઉંડા કરવા માટેની કામગીરી માત્ર દેખાવ કરીને જતા રહેતા હોય છે અને તેવો કિસ્સો ધાનેરા તાલુકાના વાસણ ગામે બનવા પામ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા જુના તળાવમાં માત્ર ને માત્ર દેખાવ પૂરથી માટી કાઢીને જતા રહેતા વિવાદ ઊભો થયો હતો. ત્યારે આ સોતવાડા ગામના લોકોએ તાલુકામાં અલગ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

Comments (0)
Add Comment