ધાનેરા તાલુકાના નેનાવા ગામે ગૌમાતાના લાભાર્થે ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ઇન્દ્રપુરી ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ ક્રિકેટ મેચમાં તમામ ખેલાડીઓએ પેન્ટ શર્ટ ની જગ્યાએ ધોતી કુર્તા માં જોવા મળ્યા હતા. જેથી લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નેનાવા ખાતે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અર્બુદા ઇલેવન અને ધનરાજ બાપુ ઇલેવન ટીમ રમતા અર્બુદા ઇલેવન નો ૨૭ રને વિજય થવા પામ્યો હતો. અને આ નાઈટ મેચ તેમાં પણ દેશી પરંપરાગત કપડામાં મેચ જોતા લગાન ફિલ્મની લોકોને યાદ આવી હતી.