વનબંધુ કૃષિ પોલીટેકનિક, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનર્વિસટી ખેડબ્રહમા ખાતે પશુ દાણ વિતરણ કાર્યક્રમ યોજાયો

આજ રોજ પશુ સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ યુનર્વિસટી સરદાર કૃષિ નગર અને વનબંધુ કૃષિ પોલટેકનિક ખેડબ્રહમાં સંયુક્ત ઉપક્રમે આજે તારીખ ૨૫/૦૫/૨૦૨૨ ના રોજ આદિવાસી ખેડૂતોને પશુ દાણ અને મિનરલ મિક્સચર વિતરણ તેમજ મકાઈ પાક પરના બાયો ફર્ટિલાઈઝર ના નિદર્શન આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સદર કાર્યક્રમ ની શરૂઆત પ્રાર્થના, દીપ પ્રગટાવીને અને પદાધિકરીશ્રીઓ,અધિકારીઓ તેમજ ખેડૂતોના સ્વાગત થી કરવામાં આવી, કાર્યક્રમ ની શરૂવાત માં કૃષિ પોલીટેનિક ના આચાર્ય ડો. જે. આર. પટેલ સાહેબે સર્વે પદાધિકારીઓને અને ખેડૂત ભાઈ અને બહેનોને આવકાર્યા હતા. અને પ્રાસંગીક ઉદબોધન કર્યુ હતું. ત્યાર બાદ પશુ સંશોધન કેન્દ્ર ના સંશોધન વૈજ્ઞાનિક શ્રી ડો. એચ. એચ. પંચાસરા સાહેબે આરસીએઆર દ્વારા ચાલતી કાંકરેજ ગાયમાં સંતતિ પરીક્ષણ યોજનાની સંપૂર્ણ માહિતી આપી હતી.
આ પ્રસંગે માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડો. પી. ટી. પટેલ સાહેબે દેશી ગાયોને જાળવણી કરી પ્રાકૃતિક કૃષિને વેગ મળે એવા પ્રયત્નો કરવાની અપીલ કરી હતી. ત્યારબાદ સરદાર કૃષિયુનર્વિસટીના સંશોધન નિયામક શ્રી ડો. બી. એસ. દેવરા સાહેબે ખેડૂતોને ખેતીમાં વધુ પડતાં રાસાયણિક ખાતરોની માનવીય સ્વાસ્થય પર અસર થાય છે. આથી દેશી ગાયોની જાળવણી કરવી જોઈએ.
સદર કાર્યક્રમમાં કૂલ ૧૫૦ ખેડૂત ભાઈ બહેનો એ ભાગ લીધો હતો. આ ખેડૂતોને આ કાર્યક્રમમાં સફળ સંચાલન ડો. વી. એમ. પટેલ, ડો. કે. એન. પ્રજાપતિ તેમજ સમગ્ર કૃષિ પોલીટેકનિક નો સ્ટાફ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના અધિકારીશ્રી ઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

Comments (0)
Add Comment