આજ રોજ પંચમહાલ જિલ્લામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદરના મુવાડાથી પઢીયાર સુધી માર્ગમાં આવતા અડચણ રૂપ કોતર ઉપર બ્રિજ બનાવવા અરજદાર શ્રી બારીઆ અશિષકુમાર દલપતસિંહએ અરજી કરી પરંતુ બ્રિજ હજુ સુધી ના બન્યો હોવાના કારણે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આ બાબતને મુકવામાં આવી હતી.આ કાર્યક્રમમાં આ કાર્યમાં લાગુ પડતા જવાબદાર વહીવટકર્તા માર્ગ અને મકાનવિભાગના અધિકારીશ્રી તથા તાલુકા વિકાસ અધિકારી ગોધરાને હાજર રહેવા જણાવવા છતાં ગેર હજાર રહ્યા હતા. જે આ કાર્યક્રમની જોગવાઈ મુજબ હાજર રહેવું જરૂરી હોય છે. આ બાબતે કલેક્ટરશ્રી દ્વારા પુલ બનાવવા માટે કાર્ય પ્રગતિમાં છે તેમ જણાવી પોતાની હૈયાધારણા આપી હતી. ગામ લોકો જલ્દી પુલ બને તે દિશામાં કાગડોળે રાહ જોઈ રહ્યા છે.