ગાંધીનગર જિલ્લાના મગોડી ગામે માં મંમૈયા માતાજી નો પ્રતિષ્ઠા નો પાટોત્સવ ઉજવાયો

પવિત્ર એવી ખારી નદીના તટ પર વસેલું ગાંધીજી નગર જિલ્લાનું મગોડી ગામ જેનો ઇતિહાસ વર્ષો પુરાણો છે. અહીંયા આજે તારીખ ૨૬/૦૫/૨૯૨૨ ને ગુરુ વાર ના રોજ માં મંમૈયા માતાજી નો મગોડી ગામના ગ્રામજનો દ્વારા પ્રતિષ્ઠા નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં ગ્રામજનો હાજર રહ્યા. મહાભારતકાળમાં મયુર ધ્વજ રાજા ની નગરી (મોર્ધન)ના નામે ઓળખાતું મગોડી ગામ. ગામના ભગત શ્રી ભઇજી દાસ પટેલ ના ગાડા માં સવાર થઈ. એ માતાજી એ અહીં પોતાનું અખંડ અને જ્યોતિર્મય સ્થાન બનાવ્યું છે. મૂર્તિની ચોરી થયા બાદ માતાજીના એધાણ થી છેક મુંબઈથી મૂર્તિ પાછી આવી. અને વરસતા વરસાદમાં શ્રાવણ સુદ દસમના પવિત્ર દિવસે પૂજારી જયશંકર રાવલ ના હસ્તે પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. ત્યારથી ગામ ની મનોકામના પૂર્ણ કરનારી રક્ષા કરનારી . માં મંમૈયા મગુડી ગામના પાદરે બિરાજમાન છે. અહીંયા દર શ્રાવણ સુદ દસમના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે. આ મંદિરમાં માં મંમૈયા. માં ઉમિયા. માં અંબે. ની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે જેની અખંડ જ્યોત આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે અને દર તારીખ 26/ 5/ના રોજ ગ્રામજનો દ્વારા પ્રતિષ્ઠા નો પાટોત્સવ ઊજવવામાં આવે છે.

Comments (0)
Add Comment