આપણું અંબાજી ગ્રુપ દ્વારા વહીવટદારને ધારદાર રજૂઆત કરવામાં આવી

શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી અંબાજી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે દેશભર માથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે ત્યારે અંબાજી ખાતે છેલ્લાં ઘણાં સમયથી ગટર, રોડ, રસ્તા અને પીવાના પાણીની ગંભીર કટોકટી થતા ગ્રામજનોએ ભારે નારાજગી વ્યકત કરી હતી ત્યારે 25/5/2022 ના રોજ અંબાજી ગ્રામ પંચાયત ખાતે આપનું અંબાજી ગ્રુપના એડમીન અને ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરી ખાતે વહીવટદાર અને સેક્રેટરી સમક્ષ વિવિધ મુદ્દાઓ અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી અને ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે યોગ્ય નિર્ણય કરવાના ઠાલા વચનો આપવામાં આવ્યાં છે.
આજે આપવામાં આવેલી અરજી મા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં ગ્રામ પંચાયત ખાતે ચુંટાયેલા કોઈજ પ્રતિનિધિ નથી અને હાલમાં સાશન સરકારની સીધી દેખરેખ હેઠળ થાય છે ત્યારે અંબાજી ખાતે વર્ષોથી જૂની સમસ્યાઓ ઠેરની ઠેર જોવા મળી રહી છે જે બાબતે ગ્રામ પંચાયત દ્વારા કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
વઘુ મા જણાવવામાં આવ્યું હતું કે અંબાજી મંદિર ટ્રસ્ટ અને તેમનાં દ્વારા સુંદર કામગીરી સફાઇ અને અન્ય કામગીરી થાય છે તો ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત દ્વારા કેમ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી જે બાબત ગંભીર છે. અંબાજી ખોડીવડલી સર્કલ થી સાત નંબર ગેટ સુધી અવારનવાર ગટરોનું ગંદુ પાણી માર્ગ પર આવી જાય છે અને ગ્રામજનોને ભારે હેરાન થવું પડે છે અને વધુમાં અંબાજીના વિવિધ વિસ્તારોમાં પાણી, ગંદકી અને સાફ સફાઇ સમયસર કરવાની પણ ધારદાર રજૂઆત સુનીલ બ્રહ્મભટ્ટ અને તેની સાથે જોડાયેલા ગ્રામજનોએ કરી હતી.

કોટેશ્વર નદીનુ પાણી સંગ્રહવામા આવે

અંબાજી નજીક કોટેશ્વર મહાદેવ ખાતે બારેમાસ સરસ્વતી નદીનુ પાણી નીકળે છે અને આ પાણી સંગ્રહ ન થવાથી વ્યર્થ જઇ રહ્યુ છે જો આ પવિત્ર પાણીને સંગ્રહવામા આવે તો પાણીની સમસ્યા કાયમી ધોરણે બંદ થઈ જાય અને આ પવિત્ર નદીનુ પાણી પણ બગડતું નથી અને અંબાજી મંદિર ખાતે રોજે રોજ આ પવિત્ર પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આ બાબતે વહીવટી તંત્રે કાયમી ઉકેલ લાવવા પ્રયાસ કરવો જોઈએ.

જીલ્લા કલેકટર કામગીરી ન કરતા વહીવટદાર અને સેક્રેટરી સામે પગલાં ભરે !

અંબાજી ગ્રામ પંચાયત દ્વારા હાલમાં ગામમાં જે પણ સફાઇ અને પીવાના પાણીની ગંભીર સમસ્યા માટે કોઈજ નક્કર કામગીરી કરવામાં આવતી નથી અને હાલમાં વહીવટદાર નુ રાજ ચાલતું હોઇ આ બાબતે જીલ્લા કલેકટર દ્વારા ગ્રામ પંચાયત દ્વારા થયેલી કામગીરીનું મોનીટરીંગ કરી જો કોઇ અધિકારી કે કર્મચારી દોષિત ઠરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અંબાજી ગ્રામપંચાયત ભવન તાજેતરમા લાખો રૂપિયાની કિંમતથી બનેલ છે પણ સૌથી નવાઈની વાત એ છેકે આ ભવન આગળ દબાણ જોવા મળે છે. અંબાજી ગ્રામ પંચાયત આગળ બેસેલા વૈકલ્પિક દુકાન ધારકોને તાત્કાલીક આ સ્થળ પર થી દૂર કરી અન્ય જગ્યા પર ખસેડવામા આવે તો ગ્રામ પંચાયત ભવન સુંદર દેખાય. ગ્રામ પંચાયતની ઘણી જગ્યા ખાલી પડી છે તો આ વૈકલ્પિક દુકાન ધારકોને કાયમી સ્થાન મળી જાય.

Comments (0)
Add Comment