વડગામ તાલુકાના પસવાદળ રહેતા કાંતિલાલ ચીમનલાલ ઠાકર નું કોરોના ની બીજી લહેર માં મૃત્યુ થયું હતું.તે સમયે પરિસ્થિતિ ને લઈ કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો નહોતો.જેને લઇ કાંતિલાલ ની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિ એ તેમના દીકરા દશરથભાઈ અને નરેન્દ્ર ભાઇ દ્વારા શનીવાર રાત્રે પસવાદળગામમાં સમૃતિવંદના અને સંતવાણી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને રવિવાર સવારે સગાવાહલા મિત્રો અને કુટુંબીજનો ને બોલાવી ને સમૂહ ભોજન રાખવામાં આવ્યું હતું.આં પ્રસંગે કુટુંબના ના આગેવાન બાબુલાલ ઠાકર,ગીરીશભાઈ ઠાકર,પંકજભાઈ ઠાકર સહિત કુટુંબોએ દશરથભાઈ અને નરેન્દ્ર ભાઇની શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.અને ભવિષ્ય માં આવા સારા કાર્યો કરવા માટે ના આશીર્વાદ આપ્યા હતા.