ટેટોડા ગૌશાળામાં 20 વર્ષથી સેવા કરતા ધાનેરાના ગૌભક્ત ગૌશાળામાં 20 વર્ષથી સેવા કરતા ધાનેરાના ગૌભક્ત

મફાભાઈ માળી દરરોજ ધાનેરા થી પોતાના ખર્ચે ભોજન લઇ ગૌશાળામાં આવે છે.

ડીસા ની ટેટોડા ગૌશાળા ખાતે 20 વર્ષથી એક સુખી અને સંપન્ન પરિવારના આધેડ ગૌમાતાની નિ:સ્વાર્થ સેવા કરી રહ્યા છે ઘરનું ભાડું અને ભાથું લઈ ધાનેરા થી નિયમિત ટેટોડા ની રાજારામ ગૌશાળા માં અશકત અને બિમાર ગાયોની સેવા કરે છે.
ધાનેરાના 60 વર્ષીય ગૌભક્ત મફાભાઈ કેસાજી માળી છેલ્લા ૨૦ વર્ષથી રાજારામ ગૌશાળા આશ્રમ માં ટેટોડા માં આવેલ હોસ્પિટલના વોર્ડમાં રાખવામાં આવેલી બિમાર, અશક્ત, અને અકસ્માતમાં ઈજા પામેલ ગાયોના વોર્ડની દેખરેખ સાથે સેવા કરે છે.
20 વર્ષથી સેવાનો ભેખ ધારણ કરનાર મફાભાઈ જણાવ્યું હતું કે હું દરરોજ સવારે આઠ વાગ્યે ગૌશાળામાં આવી જાઉં છું અને મારા ઘરેથી ટિફિન પણ સાથે લઈ આવું છું અને હું દિવસ દરમિયાન બીમાર તેમજ અકસ્માતમાં ઇજા પામેલી 200થી વધુ ગાયોની સતત સેવા કરું છું
જેમાં દિવસ દરમિયાન આ ગાયોને ફેરવી તેમજ તેમને દવાઓ, ઇન્જેક્શન પણ આપું છું. એક પશુ ડોક્ટર જેટલું તેમને દવાઓનું પણ જ્ઞાન હોય તેઓ સતત ગાયોની સેવામાં મગ્ન રહે છે અને સાંજે પાંચેક વાગ્યે પરત પોતાના ઘરે ધાનેરા જાય છે આમ તો મફાભાઈ સુખી-સંપન્ન પરિવાર ધરાવે છે જેમને ચાર દીકરા છે.

પથમેડા સંતની કથા થી પ્રેરણા મળી
રાજસ્થાનમાં આવેલ ગૌધામ પથમેડા સંત વર્ષો અગાઉ ધાનેરામાં કથા માટે આવ્યા હતા. જે દરમિયાન પણ કથામાં ગયો ત્યારથી હું ગૌમાતાની સેવા માટે ની લગની લાગી છે. આજે ગૌમાતાની સેવા કરતાં વીસ વર્ષનો સમય વીતી ગયો પરંતુ આજ દિન સુધી કોઇ જ તકલીફ નથી પડી અને ગૌમાતા તાકાત આપી રહ્યા છે તેમ ગૌભક્ત મફાભાઈ માળીએ જણાવ્યું હતું.

Comments (0)
Add Comment