આજરોજ હરિદ્વાર ગંગાજી માં ૧૪૧ અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા

કોઈ ના દિકરા પુત્ર મિત્ર અને બાપ તરીકે આ સેવાકાર્ય કરી દિવંગત આત્માને મોક્ષ મળે તેવી પ્રાર્થના કરી અસ્થિ વિસર્જન કરી વર્ષ 2006 માં અસ્થિ બેંક સ્થાપવામાં આવેલ હતી જમા થતાં અસ્થિ દર વર્ષે ગંગાજી હરિદ્વાર ખાતે અસ્થિ બેંકના સ્થાપક જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નરેન્દ્રભાઈ પટેલ તેમના જન્મદિવસ 22/05 નાં રોજ ગંગાજી હરિદ્વાર ખાતે અસ્થિ વિસર્જન કરે છે

અવિરત ચાલતી આ સેવામાં ભાગરૂપે 2021-22 ના એક વર્ષના ૧૪૧અસ્થિ જમા થયેલ મળ્યા છે જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, અને ગાંધીનગર જિલ્લામાંથી આવેલ છે વિનામૂલ્યે અપાતી આ સેવાના ભાગરૂપે આજરોજ 22/05/2022 હરિદ્વાર ગંગાજી માં તેને વિધિવત વિસર્જિત કરી અને આ વિના મૂલ્ય સેવાના બદલે નરેન્દ્ર ભાઈ મૃતકના વારસદારો પાસે પર્યાવરણ શુદ્ધિકરણ માટે પાંચ વૃક્ષ વાવવાનું આગ્રહ રાખે છે અને જતન કરાવનો આગ્રહ કરે છે જેના કારણે પર્યાવરણ પણ જળવાઈ રહે નરેન્દ્રભાઈના જન્મ જન્મદીને અસ્થિ વિસર્જન વખતે તેમના ફેસબુક એકાઉન્ટ ઉપર થી સવારે ૧૦ વાગે લાઈવ જોઈ શકાશે તેવી વ્યવસ્થા પણ ગોઠવી છે.

Comments (0)
Add Comment