વાવ તાલુકા ના રાછેણા સીમતળ માથી પસાર થતી માઇનોર એક માં ગાબડું

વાવ ના રાછેણા સીમતળ માંથી પસાર થતી રાછેણા માઈનોર એક માં દસ ફૂટ નું વહેલી સવારે ભંગાણ સર્જાયું હતું ગામને નજીક થી નીકળેલી કેનાલ માં વ્હેલી સવારે ભંગાણ સર્જાતા ગ્રામજનો માં ભય નો માહોલ સર્જ્યો જોકે કેનાલ નું પાણી ગામમાં આવી જશે તો મોટું નુકસાન સર્જાશે પરંતુ પાણી બધુજ બાજુના તળાવ ગયું હતું જેથી પાણી નો પણ બચાવ કહી શકાય તળાવ માં સંગ્ર થવાથી પશુપ્રાણીઓ ને પીવા માટે હાલાકી નહીં ભોગવવી પડે.જોકે કેનાલ તૂટવાનું કારણ નર્મદાના અધિકારી જોડે વાત કરતા જાણવા મળ્યું હતું કે ગઈ રાત્રે વરસાદી માહોલ હોવાથી બીજી કેનાલોમાં માં ખેડૂતોએ સિંચાઈ માટે પાણી લીધેલ ન હોવાથી બ્રાન્ચ માં પાણી વધી જવાથી જ્યાં નતું છોડવાનું ત્યાં પણ મજબૂરી થી બ્રાન્ચ કેનાલ ને બચાવવા કેનાલ માં પાણી નખાયું હતું અને વરસાદી માહોલ માં પાણી નો પ્રવાહ વધતા રાછેણા માઇનોર કેનાલ માં ભંગાણ સરજાયું છે જે બે દિવસ માં રીપેરીંગ કામ કરી આપવા માં આવશે

Comments (0)
Add Comment