ગુજરાત ના ખેતીવાડી કરતા ખેડૂતો ને ડિઝલ માં સબસિડી આપવા ની દશરથસિંહ ગોહિલ તણસા એ મુખ્યમંત્રી પત્ર લખી કરી માંગ

ગુજરાત માં ખેતીવાડી ઉપયોગીતા માં દિન પ્રતિદિન વધતી મોંઘવારી ને લય ને ખેડુતો ને ખેતી છોડી અને અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે આ બધાજ જાણે છે થોડા સમય પહેલા જ એક ઇન્ટરવ્યૂમાં દશરથસિંહ ગોહિલ એ કહ્યું હતું કે ભારત ના ખેડૂતો ના સંતાનો 2% પણ ખેતી નથી કરતા કારણ કે કુદરતી આફતનો સામનો કરવો પડે છે રાત્રે જીવજંતુઓ અને જાનવરો ના ડર લાગે છે છતાં પાણી વાળવું પડે છે અને રાત્રે પુરી નીદ્ના થાય કે ન થાય દિવસ આખો તડકામાં મહેનત તો કરવા ની જ અને પાક વાવતા પહેલા ખેડૂત ખેતર ખેડે ત્યારે ટેકટર માં ડિઝલ ના પૈસા પણ ન હોય તો આમ તેમ કરીને ખેડે ખેડ્યાં બાદ રોટાવેટર ના પૈસા ન હોય સાવકાર પાસે જય ને અનાજ હોય એ સસ્તા ભાવે આપી ને ચલાવે છે ટ્રેકટર થી થતા કામો બે ઓજાર થી (સવડા / દાંતી પાચ્યું) ખેડવું,પાટ કરવો,રાપ ચલાવવી, ચાહ પાડવા, વાવવું, બેલી હાંકવી, સાહણુ, પાડવું દેશી ખાતર ભરવું, છેલ્લે લણણી કરવી થેસર આ તમામ એક વિઘા માં ટ્રેક્ટર ચલાવી ખેડ કરવી એટલે ઓછા માં ઓછું (4000) ચાર હજાર એક વિઘા એ ડિઝલ ની જરૂરિયાત પડતી હોય છે જ્યારે મોટાભાગના નાના ખેડૂત મિત્રો પાસે પોતાના ટ્રેકટર નથી એવા ખેડુતો ને ભાડા થી કરાવવુ પડે છે

તો ડિઝલ કરતા ભાડું અંદાજે ડબલ જ થાય છે આ ફક્ત ટ્રેકટર માં ઈંધણ રૂપી ડિઝલ ખર્ચ ની વાત છે આ સિવાય ખેડૂત ને રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, બિયારણ,મજુરી, વિજળીબીલ, વગેરે દિવસે ને દિવસે વધી રહ્યું છે એના સામે ખેડૂત ને જણસ ના ભાવ પોષણસમ ભાવ તો મળતા નથી ખર્ચ વધ્યો છે પણ આવક આજે પણ એની એજ છે ખેડૂત ખેતી છોડો નહીં તો શું કરે ખેતી ખોટ નો ધંધો બની ચૂકી છે એક સમય એવો પણ આવશે કે ખેતી કરવા માટે સરકારી ભરતી બહાર પડશે અને દેશ માં ખેતીપાકો ની અછત ઉભી થશે ત્યારે ખુબ જ પસ્તાવો કરશે જે તૈ સરકાર પણ આજે ખેડુતો ની ચિંતાજનક પરિસ્થિતી ને પહોંચી વળવા સરકાર પગલાં લેશે કે કેમ ? ખેતીપ્રધાન દેશ નો જગતનોતાત આજે લાચર બની ને બેઠો છે ત્યારે ખેડુતો ની વેદના ને સતત વાચા આપતા દશરથસિંહ ગોહિલ બિનરાજકીય ખેડૂત આગેવાન હોવા ના નાતે દરેક ખેડૂત ની વતી મુખ્યમંત્રી તથા કૃષિમંત્રી ને પત્ર લખી ને માંગણી કરી છે કે સરકાર શ્રી જેવી રીતે સાગર ખેડુ ને ડિઝલ માં સબસિડી આપે છે એવી જ રીતે સરકાર તરફથી ખેતીવાડી કરતા ખેડૂતો ને ડિઝલ માં સબસિડી આપવા માં આવે અને ખરેખર સરકાર ખેડુતો માટે સંવેદનશીલ છે એ સાબિત કરે એવુ દશરથસિંહ ગોહિલ તણસા એ એક લેખીત યાદી માં જણાવ્યું હતું

Comments (0)
Add Comment