ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન તથા આર્મી ની ભરતી ની રાહ જોતા યુવાનો દ્વારા અમદાવાદથી ગાંધીનગર કી તરફ કુછ કદમ
ચાલો ગાંધીનગર
ગુજરાત રાજ્યના જવાન. યુવાન.ને કિસાન ત્રણે પરેશાન જય હો ગરવી ગુજરાત .જય જવાન જય કિસાન સુત્રો સુત્રો જ બનીને રહી ગયા. ભારતમાતા ની રક્ષા માટે યુવાનો ભરતી થઈ પણ નથી શકતા .અને જે ભારત માતાની રક્ષા કરીએ આવેલા છે તે યુવાનો શાંતિથી જીવી પણ નથી શકતા. ગાંધીજીબાપુનું ગુજરાત ગુજરાત બનીને રહી ગયું. જો દેશ નો જવાન પરેશાન તો બાકી આમ જનતા ના શું હાલ
આર્મીમાંથી રિટાયર થયેલા જવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય માજી સંગઠનના પ્રમુખ શ્રી માનનીય નિમાવત જીતેન્દ્ર એમ. ની ટીમ તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ને સોમવારે સવારે શહીદ સ્મારક શાહીબાગ થી બાઈક તથા ગાડીઓ સાથે ગાંધીનગર વિધાનસભા તરફ માજી સૈનિકોના 14 મુદ્દાઓ અને આર્મીની રદ થયેલી ભરતી બીજી વાર કરવા માટે કુછ કદમ કરશે
માજી સૈનિકોના ૧૪ મુદ્દા નિરાકરણ નહિ આવે તો આગળ સેનામાં ભરતી થતા યુવાનો માટે ભવિષ્યમાં નડતરરૂપ થશે. માટે સૈનિક સનમાન યાત્રામાં જોડાઈ. અને ત્રણ વર્ષથી ના આવેલી ભરતી માટે પણ સરકારને જાગૃત કરીએ.
આવા બધા ગણા મુદ્દાઓ માટે ગુજરાત માજી સૈનિક સંગઠન માનનીય શ્રી નિમાવત સાહેબ ની ટીમ પહેલા પણ ગાંધીનગરમાં આંદોલન કરી ચૂકી છે જેમાં મંત્રી શ્રી દ્વારા આશ્વાસન આપવામાં આવેલું કે તમારા મુદ્દાઓનું નિરાકરણ કરીશું પરંતુ આજે ત્રણ વર્ષ થઇ ગયા છતાં પણ કોઇ નિરાકરણ આવ્યું નથી તેથી તારીખ ૦૬/૦૬/૨૦૨૨ ને સોમવારે અમદાવાદ થી ગાંધીનગર સુધી ૧૪ મુદ્દાઓ અને આર્મીની ભરતી આવી જોઈએ એના માટે ગાંધીનગર માં જઈ ને ભૂખ હડતાલ પર બેસવું પડે તો પણ ભરતી વારા યુવાનો તથા માજી સૈનિકો તૈયાર છે. જો દેશનો યુવાન જેને દેશ માટે પોતાનું જીવન કુરબાન કરી નાખ્યું તેવા સેનાના જવાનોને આજે પોતાના જ રાજ્યમાં પોતાના હક્ક માટે લડવું પડે છે એ એક શરમની વાત છે