બનાસડેરીએ પર્વતીય વિસ્તાર પર વૃક્ષો નું વાવેતર થાય તે માટે ગત વર્ષે માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સીડ બોલ ચાલું કરેલ

ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું એટલે સમગ્ર દેશમાં હરિયાળી ક્રાંતિ લાવી પર્યાવરણ નું જતન થાય એ દિશામાં આગળ વધવા આઝાદી ના ૭૫ માં અમૃત મહોત્સવ ઉજવણી ના ભાગરૂપે બનાસ ના પનોતા પુત્ર અને બનાસડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ પણ એક નેમ લીધી છે કે બનાસકાંઠા જિલ્લાના પર્વતો વૃક્ષો થી હરિયાળા થાય અને આભ માંથી નિકળતા વાદળો ત્યાં અટકે અને ભરપૂર માત્રામાં વરસાદ થાય અને બનાસ નો સુકો પ્રદેશ વૃક્ષો થી હરિયાળો બને તો ઓક્સિજન નું પ્રમાણ વધવા ની સાથે સાથે મનુષ્ય નું જીવન તંદુરસ્ત અને સ્વસ્થ રહે એ દિશામાં આગળ વધવા માટે બનાસડેરીએ પર્વતીય વિસ્તાર પર વૃક્ષો નું વાવેતર થાય તે માટે ગત વર્ષે માનનીય ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ સીડ બોલ ચાલું કરેલ

ત્યારે આ વર્ષે પણ બનાસડેરી ના ફિલ્ડ સ્ટાફ અને પશુપાલકો સાથે મળીને આ વર્ષ છાણ માંથી સીડ બોલ ઉત્સાહપૂર્વક તૈયારી કરી રહ્યા છે ત્યારે અમીરગઢ તાલુકામાં પણ બનાસડેરી ના માનનીય વાઈસ ચેરમેન શ્રી ભાવાભાઈ દેસાઈ ના માગૅદશૅન મુજબ બનાસડેરી ના અમીરગઢ તાલુકા વિસ્તરણ અધિકારી શ્રી કનુભાઈ ચૌધરી તથા અમીરગઢ તાલુકા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ અને બનાસડેરી અમીરગઢ તાલુકા સુપરવાઈઝર શ્રી દિનેશસિહ ચૌહાણ તથા બનાસડેરી અમીરગઢ તાલુકા સુપરવાઈઝર શ્રી અશોકભાઈ ચૌધરી તથા બનાસડેરી અમીરગઢ તાલુકા સુપરવાઈઝર શ્રી મોનસિગભાઈ ચૌધરી તથા બનાસડેરી અમીરગઢ તાલુકા સુપરવાઈઝ શ્રી દિલીપભાઈ પટેલ તથા અમીરગઢ તાલુકા ની દરેકે દુધ મંડળી ના મંત્રીશ્રીઓ/ચેરમેનશ્રીઓ અને પશુપાલકો સાથે મળીને છાણ માંથી ચાર લાખ થી પણ વધુ સિડ બોલ બનાવવા ની કામગીરી પુર ઝડપે થઈ રહી છે ત્યારે આ વર્ષે પણ પશુપાલકો ના સાથ સહકાર થી સિડ બોલ અભિયાન સફળ થશે તેવું દેખાઈ રહ્યું છે

Comments (0)
Add Comment