ધાનેરા પોલીસે ધાનેરા તાલુકાની નેનાવા ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલું ડમ્પર સાથે એક ઇસમની અટકાયત કરી 20 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ધાનેરામાં નવા આવેલા પી.આઈ શ્રી ડી વી ડોડીયા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સુચના મુજબ ધાનેરા પોલીસ સ્ટાફ દ્વારા ધાનેરા તાલુકાની નેનાવા અને વાસણ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું નેનાવા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તેવા સમયે રાજસ્થાન તરફથી આવી રહેલ એક ડમ્પર ની તલાસી લેતા તેમાંથી 2600 કરતાં વધુ દારૂની બોટલ મળી આવી હતી ત્યારે પોલીસે ડમ્પર દારૂ તેમજ એક ઈસમની અટકાયત કરી કાયદેસરની પગલાં ભર્યા હતા 12.68 લાખ કરતાં વધુનો દારૂ 8 લાખની ગાડી આમ કુલ મળી 20 લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments (0)
Add Comment