સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો માં જલ જીવન મિશન અંતર્ગત મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

જલ જીવન મિશન અંતર્ગત ગુજરાત પાણી પુરવઠા બોર્ડની સુરત જિલ્લાના માંગરોળ, માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો તેમજ તરસાડી નગરપાલિકાના નાગરિકો માટે રૂ.126 કરોડની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ, પાણી પુરવઠા મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે, નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ સહ ઉપસ્થીતીમા માંગરોળ તાલુકાના પાલોદ ગામ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, મત્સ્યોદ્યોગ, નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી, જિલ્લા – તાલુકાના આગેવાનો, પદાધિકારીઓ, વહીવટી અધિકારીઓ તેમજ આજુબાજુ વિસ્તારના ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા….

Comments (0)
Add Comment