માંગરોળનાં પાલોદ ગામે સુરત જિલ્લાનાં નાગરિકો માટેની રૂ.૧૨૬ કરોડનાં ખર્ચે તૈયાર થઇ રહેલી મહુવેજ જૂથ પાણી પુરવઠા યોજનાનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું.સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં પાલોદ ખાતે વી. ડી.સિલ્ક મિલની બાજુમાં મહુવેજ જૂથ પાણી પુરવઠા યોજનાના ખાતમુહુર્તનો કાર્યક્રમ યોજાયો હતો.માંગરોળ તાલુકામાં સ્વતંત્ર પાણી પુરવઠા આધારિત 14 ગામો અને તરસાડી નગરપાલિકા તથા હયાત ગાયપગલાં જૂથ પાણી પુરવઠા યોજના આધારિત માંગરોળ તેમજ ઓલપાડ તાલુકાનાં 20 ગામો મળી કુલ 34 ગામો અને તરસાડી નગર પાલિકાનાં નાગરિકો માટે તાપી નદી આધારિત સરફેસ સ્ત્રોત દ્વારા ભવિષ્યની પીવાના પાણીની પરિસ્થિતિને ધ્યાને રાખીને મહુવેજ જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે. હર ઘર જલ યોજના સુરત જિલ્લાનાં નાગરિકો માટેની રૂ.126 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલી મહુવેજ જૂથ પાણી પુરવઠા યોજનાનું આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ,મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં.
આ કાર્યક્રમ દરમિયાન ગણપતસિંહ વસાવાએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે કોંગ્રેસ ડૂબતું જહાજ છે. કોંગ્રેસના નેતા કોંગ્રેસ છોડીને ભાગી રહ્યા છે તેવું જણાવ્યું હતું.
આ સાથે સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક,સુરત જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈ,માંગરોળનાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, ઝંખના પટેલ, ,વી.ડી.ઝાલાવાડીયા સહિત અનેક જિલ્લાનાં અને તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતાં..