આમતો સામાન્ય રીતે ગામડાના બાળકો કુપોષિત વધુ હોય પણ પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ યોજના હેઠળ બાળકો અને માતાઓના આરોગ્યની ચિંતા કરી છે.બાળકોને ગામની આંગણવાડીમાં પોષ્ટિક આહાર મળી રહે એવી વ્યવસ્થા ઉભી કરી છે સાથે માતાના આરોગ્યની ચિંતા પણ કરી છે છતાં દેશના જાગૃત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું હતુકે ભાજપના કાર્યકરો,શાશકો અને જાગૃત નાગરિકો ,સામાજિક સંસ્થાઓ આગળ આવે અને આંગણવાડીના કુપોષિત બાળકોને દતક લઇ તેમને પોષ્ટિક આહાર અને શિક્ષણની જવાબદારી સ્વીકારે ત્યારબાદ સુરત જીલ્લામાં અલગ અલગ આગણવાડીના બાળકો દતક લેવામાં આવ્યા હતા.ત્યારે ઓલપાડ તાલુકા પંચાયતના મહિલા સભ્ય નીમીશાબેન રજનીકાંત પટેલે મોર-ટુંડા ગામના દસ બાળકોને દતક લીધા હતા.
ઓલપાડના મોર-ટુંડા ગામની આંગણવાડીમાં ૨૫ જેટલા બાળકો અભ્યાસ માટે આવે છે આ બાળકોનું નિત્ય વજન કરવામાં આવે છે.તેમજ પોષ્ટિક આહાર પણ આપવામાં આવે છે.અને જો બાળક કુપોષિત જણાય તો માં-બાપનો સંપર્ક કરવામાં આવે છે અને ત્યારબાદ આશા વર્કર બેનો દ્વારા માતા અને બાળકોના આરોગ્યની ચિંતા પણ કરવામાં આવે છે .વિટામીન યુક્ત ગોળી અને પોષ્ટિક આહાર માતા અને બાળકો ને આપવામાં આવે છે છતાં પ્રધાનમંત્રી એ માતા અને બાળકોની ચિંતા કરતા ભાજપના આગેવાનો દ્વારા બાળકોને દતક લેવા આહવાન કરતા ઓલપાડ તાલુકા પંચાયતના સભ્ય નીમીશાબેન પટેલે દસ જેટલા કુપોષિત બાળકોને દતક લીધા હતા અને તેમના શિક્ષણ અને આરોગ્યની જવાબદારી લીધી હતી….