ગ્રામજનો ને બનાવની જાણ થતાં ગામ લોકો માં શોક નો માહોલ સર્જાયો
મલાણા ગામ થી ખેમાણા તરફ જતા રાત્રે 10 વાગ્યા ના સમયે GJ-12-AW-7099 ના ટેન્કર ચાલક રોડ ની સાઈડ પર ઉતરી જતા અકસ્માત સર્જાયો , જે પ્રવિણ ભાઈ વિરસંગભાઈ પટેલ ના ખેતર માં ગાયોના છાપરા પર દૂધ ટેન્કર પલટી ખાતા શંકર ગાયનો જીવ લીધો, ટેન્કર ચાલક ને કોઈ જાનહાની થયી નથી,
રોડ ની કિનારી થી દૂધ ભરેલું ટેન્કર પલટી ખાતા દૂધ ખેતર માં ઢોળાઈ ગયું અને ટેન્કર ની નીચે હજુ સુધી પણ મૃતક પામેલી ગાય નીચે દબેલી હોવાથી ખેડૂતના પરિવાર માં શોક નો માહોલ.
ખેડૂત દ્રારા પાલનપુર બનાસ ડેરીની ટિમ ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી ખેડૂત ને બનાવની વિગત મેળવી , તથા તાલુકા પોલીસ તંત્ર ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી..